લાઇક ઓન
  • હોમ-પેજ
  • રચનાઓ - ૨૦૧૨
    • તું હવે મૌલા
    • સંગ મૌલા કા
  • ગઝલ
    • અભિલાષા
    • આશા છે
    • આવી છું
    • કાંઈક ખૂટે છે
    • ખબર ના હતી
    • પ્રયાસ કર્યો છે
    • બેઠી છું
    • મુલાકાત થઈ
    • ભૂલો પડ્યો છે

બેઠી છું

તારી જો એક નઝર પડે મારા પર,
તેની એક રાહ જોતી બેઠી છું.

તુજ નેજ સર્વસ્વ માનીને મૌલા,
મારૂ સર્વસ્વ તને સોંપી બેઠી છું.

તારી રહેમતો ને ઝીલવા મૌલા,
હુતો મારી ઝોલી ફેલાવીને બેઠી છું.


તારી અમીવર્ષા પડે મારા પર,
તેની
એક રાહ જોતી બેઠી છું.

તુજ સંગ પ્રીત બાંધી  ને મૌલા,
પ્રેમ ની સગાઈ બાંધી બેઠી છું.

તારો એક સાદ સાંભળવા મૌલા,
મધરાતે તારા દર પર બેઠી છું.


હુતો તારા પ્રેમ માં મૌલ ,
તારી જોગણ બનીને બેઠી છું.


તારી પ્રીત માં રંગાઈ ને મૌલા,
હુ તો ઘેલી થઈ ને બેઠી છું.


તારા સથવારાને જ મૌલા,
મારો
આધાર માનીને બેઠી છું.

તારા દર્શન ને કાજે મૌલા,
તારી એક વટડી જોતી બેઠી છું.

‘શીરીન’ તારા દર્શન ની ચાહ લઈ,
હવે તો બસ એક આશ લઈને... બેઠી  છું.

 

Tweet
Share

[Get This]
જીવનની ખાટી-મીઠી વાતો