લાઇક ઓન
  • હોમ-પેજ
  • રચનાઓ - ૨૦૧૨
    • તું હવે મૌલા
    • સંગ મૌલા કા
  • ગઝલ
    • અભિલાષા
    • આશા છે
    • આવી છું
    • કાંઈક ખૂટે છે
    • ખબર ના હતી
    • પ્રયાસ કર્યો છે
    • બેઠી છું
    • મુલાકાત થઈ
    • ભૂલો પડ્યો છે

કાંઈક ખૂટે છે

સુંદર સવાર ની શરૂઆત માં ,
પંખીઓનો કલરવ ખૂટે છે.

ઘટાદાર ઉપવનમાં આજે,
કોયલ નો ટહુકો ખૂટે છે.

સોનેરી સ્વપના આંખોમાં હોવા છત્તા ,
નક્કી આત્મવિશ્વાસ ખૂટે છે.

લાગે છે કે ઘરોમાં માનવી વચ્ચે ,
નક્કી થોડોક પ્રેમ ખૂટે છે.

કળયુગ ના અસ્તિત્વમાં આજે,
વડીલો પ્રત્યે માન સન્માન ખૂટે છે.

પ્રેમ થી બાંધેલ સંબંધ માં આજે,
લાગણીઓનો રસ ખૂટે છે.

આ કળયુગની જંજાળમાં લાગે છે,
ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ખૂટે છે.

વળી, ઉપરવાળા ના દરબારમાં આજે,
ખુદા પ્રત્યેનો પ્રેમ ખૂટે છે.

કાંઈક કહેવા માંગુ છું છતાં આજે,
ખજાનમાંથી નક્કી શબ્દો ખૂટે છે.

શું શું નથી ખૂટતું આ સંસારમાં એ ‘શીરીન’…
વધારે કહેવા માટે તો ખુદ મારી કલમ માં શાહી ખૂટે છે.

Tweet
Share

[Get This]
જીવનની ખાટી-મીઠી વાતો