લાઇક ઓન
  • હોમ-પેજ
  • રચનાઓ - ૨૦૧૨
    • તું હવે મૌલા
    • સંગ મૌલા કા
  • ગઝલ
    • અભિલાષા
    • આશા છે
    • આવી છું
    • કાંઈક ખૂટે છે
    • ખબર ના હતી
    • પ્રયાસ કર્યો છે
    • બેઠી છું
    • મુલાકાત થઈ
    • ભૂલો પડ્યો છે

તું હવે મૌલા

તું હવે મૌલા તો એક કૃપા તો કરી દે,
આ   જીવને તારા પ્રેમને લાયક બનાવી દે.

શું કરી કેવી રીતે તુજને મનાવું હું,
કેવી રીતે મારા પ્રેમથી તુજને રિજાવું હું.
આ પ્રેમનો મૌલા  હવે સ્વીકાર કરી લે,
આ જીવને તારા પ્રેમને લાયક બનાવી દે.
તું હવે મૌલા તો એક કૃપા તો કરી દે,
આ   જીવને તારા પ્રેમને લાયક બનાવી દે.

સંબંધ છે આ પ્રેમનો તારો મારો મૌલા,
આ પ્રેમને મૌલા તું હવે અમર બનાવી દે.
પ્રેમના આ તારને તુજ સંગ જોડી દે,
આ જીવને તારા પ્રેમને લાયક બનાવી દે.
તું હવે મૌલા તો એક કૃપા તો કરી દે,
આ   જીવને તારા પ્રેમને લાયક બનાવી દે.


દિલના આ દર્દને મૌલા તું મટાડી દે,
આ દર્દને તારા પ્રેમથી હવે તું રુઝાવી દે.
આ દીલને તારા નામે તું કરાવી દે,
આ   જીવને તારા પ્રેમને લાયક બનાવી દે.
તું હવે મૌલા તો એક કૃપા તો કરી દે,
આ   જીવને તારા પ્રેમને લાયક બનાવી દે.

ભવો ભવનો માટે મે તારો પ્રેમ માગ્યો છે,
મૌલા તારો મીઠો મે સથવારો માગ્યો છે.
આ રાહ છે મુશ્કિલ તો આસાન બનાવી દે,
આ   જીવને તારા પ્રેમને લાયક બનાવી દે.
તું હવે મૌલા તો એક કૃપા તો કરી દે,
આ  જીવને તારા પ્રેમને લાયક બનાવી દે.

આ જીવતર સોપયું છે તુજને મૌલા,
આ જીવને મૌલા તું હવે પ્રેમે સંભાળી લે.
આ જીવને મોલા તું હવે તુજમય બનાવી દે,
આ જીવને તારા પ્રેમને લાયક બનાવી દે॰
તું હવે મૌલા તો એક કૃપા તો કરી દે,
આ   જીવને તારા પ્રેમને લાયક બનાવી દે.

 શોધી રહી છું તુજને દર્શન આપી દે,
આ જીવને તારા શરણમાં સમાવી દે.
તું હવે મૌલા તો એક કૃપા તો કરી દે,
આ   જીવને તારા પ્રેમને લાયક બનાવી દે.



                                                                                                                             રાગ સાથે 


Tweet
Share

[Get This]
જીવનની ખાટી-મીઠી વાતો